હેતુઓ

રાજયની દૂધ પ્રવૃતિ સાથે સંકળાયેલ રાજય / જિલ્લા / ગ્રામ્યે (પ્રાથમિક) કક્ષાની દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા ઓના ઓડીટ માટે નિરીક્ષણ અને અન્વેષણ સમિતિની રચના ૧૯૮ર માં થયેલ છે. આ સમિતિ ઘ્વારા તેના નિયંત્રણ હેઠળની જીલ્લા કચેરીઓ ઘ્વારા ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૮૪ અન્વયે દૂધ ઉત્પાદક સહકારી સંસ્થાઓના સતત અને સમવાયી અન્વેષણની કામગીરી સંભાળે છે.

ગુજરાતમાં ડેરી ઉદ્યોગ

ભારત એક ખેતી પ્રધાન દેશ છે. તેની મહત્તમ વસ્તી ગ્રામ્યા વિસ્તારોમાં વસવાટ કરે છે. દેશની આબાદી ૫ણ ખેતી ઉ૫ર આધારીત છે. તેમાં ૫ણ ગુજરાત રાજય ખેતી ક્ષેત્રે મહત્વ નું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ખેડૂતોના ખેતી ઉદ્યોગ સાથે તેના પૂરક ઉદ્યોગ તરીકે ૫શુપાલન ઘ્વારા થતુ દૂધ ઉત્પાદન તે મહત્વનની પુરક આવક બની રહે છે.

સને.૧૯૪૬ ૫હેલાની સ્થિતિનો વિચાર કરીએ તો ખેડૂત તરફથી ૫શુપાલનની પ્રવૃતિ ઘ્વારા જે દૂધનું ઉત્પાદન કરવામાં આવતું તે રોજે રોજ નિકાલ કરવો ૫ડતો હતો. તે સમયમાં દૂધનો લાંબા સમય સુધી સંગ્રહ કરવાની લાંબા સમય સુધી સચવાઈ રહે તેવી ખાદ્ય ચીજો બનાવવાની કે તેનો સંગ્રહ કરવાની કોઈ વૈજ્ઞાનિક ૫ઘ્ધતિ વિકસેલ ન હતી. દૂધ તે ઝડ૫થી બગડી જાય તેવા ખાદ્ય ૫દાર્થ હોઈ ખેડૂતે તેનો ઝડપી નિકાલ કરવા માટે જે કાંઈ ભાવ મળે તે ભાવથી દૂધનું વેચાણ કરવું ૫ડતુ હતું અને તે રીતે દૂધ કે તેની સામાન્ય બનાવટની પ્રવૃતિ સાથે સંકળાયેલ ખાનગી વેપારીઓ ઘ્વારા ખેડૂતોનું શોષણ થતુ હતુ. આવા સમયમાં ખાસ કરીને ગુજરાતના ખેડા જિલ્લાના ખેડૂતો જાગૃત થતા તે વખતે ભારતના લોહ પુરૂષ ગણાતાં એવા સરદાર ૫ટેલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ આ ૫રિસ્થિતિમાંથી બહાર આવી, સંગઠીત થઈ ૫રસ્પર સહકારથી આવા શોષણથી બચવાના પ્રયત્નોના શ્રીગણેશ કર્યા અને શ્વેતક્રાંતિનો પાયો નંખાયો.

ગુજરાતમાં મહદૃ અંશેના ગામોમાં દૂધ ઉત્પાદકો ઘ્વારા સામુહીક ધોરણે દૂધના વેચાણ માટેના સંગઠનો બનાવી પ્રવૃતિ હાથ ધરવાની શરૂઆત થઈ અને ગામે ગામ સહકારી ધોરણે ડેરી ઉદ્યોગની શરૂઆત થઈ. નાત-જાત, ઉંચ-નિચ, સ્ત્રીર-પુરૂષ જેવા ભેદભાવથી ૫ર રહી ગ્રામ્યમ કક્ષાએ લોકો એક જ કતારમાં ઉભા રહી એક જ કેનમાં દૂધ એકત્ર કરવા લાગ્યા . આ પ્રવૃતિથી સમાજમાં સમાનતાની ભાવનાને ૫ણ વેગ મળવા લાગ્યો સાથે સાથે ગ્રામકક્ષાએ લોકોને સાચી લોકશાહી કુશળ સંચાલન અને વહીવટનો ૫ણ અનુભવ થયો અને દૂધ ઉત્પાદન તથા દૂધ વેચાણની કામગીરીના ક્ષેત્રે સહકારી પ્રવૃતિની શરૂઆત થઈ.

ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓ ઘ્વારા ગામના ખેડૂતો અને ૫શુપાલકો તરફથી ૫શુપાલનની પ્રવૃતિથી થતુ દૂધનું ઉત્પાદન એકત્ર કરી દૂધની ગુણવત્તાના ધોરણે સારા ભાવો મળતા ખેડૂતોની ૫શુપાલનની પ્રવૃતિને વેગ મળ્યો્ અને ઘણાખરા ૫શુપાલનની પ્રવૃતિ સાથે સંકળાયેલ કુટુંબોને પુરતી રોજીરોટી મળી રહેતા સમાજમા માનભેર રહેતા થયાં. સાથે સાથે બિનખેડૂત અને બિન ૫શુપાલન એવા ગ્રામ્યજનોને ૫ણ સરખા ભાવે અને સારી ગુણવત્તાવાળુ દૂધ વ૫રાશ માટે મળી રહેતાં સમાજ સેવાની પ્રવૃતિ ૫ણ થવા પામી.

ગ્રામ્યા કક્ષાએ એકત્રીત થતા દુધના જથ્થાનાં નિકાલ માટે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ સમવાયી મંડળી તરીકે જીલ્લા દુધ સંઘોનો ઉદય થયો. ગ્રામ્ય કક્ષાએ મંડળી અથવા જિલ્લા કક્ષાએથી સંઘ ઘ્વારા દૂધ વહનની વ્ય્વસ્થા કરી દિવસમા બે વાર મંડળીમાં એકત્ર થયેલ દૂધ જે તે જિલ્લા ના સંઘોમા એકત્ર કરી તેને શીત કેન્દૃમા જાળવવાની વ્યવસ્થાં ગોઠવાઈ, ભૌગોલિક, દૃષ્ટિંએ મોટો વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાં જિલ્લા દૂધ સંઘોના ઉદૃભવ સાથે ગ્રામ્ય કક્ષાએ નાના ૫શુપાલકોના જિલ્લા દૂધ સંઘો તરફથી અલગ અલગ શીતકેન્દૃો ઉભા કરવામાં આવ્યા. જેથી લાંબા અંતરેથી આવતું દૂધ બગડી ન જાય. અનેક પ્રાણપ્રશ્નોના નિરાકરણની કામગીરી સંઘો ઘ્વારા હાથ ધરવામાં આવી. જેમાં મુખ્યત્વે ૫શુઓની સારવાર, ૫શુઓલાદ સુધારણા, ૫શુઆહાર જેવી બાબતો અંગે ૫શુપાલકોને માર્ગદર્શન ૫ણ પૂરી પાડવાની કામગીરી સંઘો ઘ્વારા કરવામાં આવે છે.

સમયની માંગ સાથે સાથે જિલ્લા દૂધ સંઘો તરફથી આવુ એકત્ર થયેલ દૂધ દેશના અન્ય વ૫રાશકારો સુધી શીત વહત ઘ્વારા દેશના જુદા જુદા પ્રાંતોમા મોકલવાની સાથે સાથે દૂધની બનાવટો જેવી કે ઘી, માખણ, ચીઝ, ૫નીર, મિલ્ક પાવડર, ચોકલેટ, છાશ, મીઠાઈઓ જેવી ખાદ્ય ચીજોનુ ઉત્પાદન, સંગ્રહ અને વિતરણની પ્રવૃતિ હાથ ધરી જોત જોતામાં આ ક્ષેત્રે ૫ણ ખાનગી ઉત્પાદકોને માત આપી અને હાલ તો અમુલબ્રાંડ ઉત્પાદન માત્ર ગુજરાત કે ભારતમાં જ નહી ૫ણ દુનિયાના ખૂણે ખૂણે ભારત અને ગુજરાતનુ નામ ઉજવળ કરેલ છે.

ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે દૂધ ઉત્પાદકો અને ખેડૂતોના જીવન ધોરણના વિકાસની સાથે સાથે રાજયના આર્થિક વિકાસમાં ૫ણ ડેરી ઉદ્યોગે ક્રાંતિ આણવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. હાલ રાજયમાં ૧૩૯૭૮ પૈકી ૧૮૦૯ મંડળીઓ મહિલાઓ સંચાલિત છે. આમ, સમાજમાં મહિલાઓના ઉત્કસર્ષ તથા મહિલાઓને ૫ણ સ્વાિવલંબી બનાવવામાં વહીવટી કામગીરીમાં સાંકળવામાં અને નિર્ણયો લેવા સક્ષમ બનાવવામાં, ૫ણ આ પ્રવૃતિએ મહત્વવની ભૂમિકા ભજવેલ છે.

ગ્રામ્યએ વિસ્તાભરોના દૂધ ઉત્પાદકો તરફથી પ્રાથમિક મંડળીઓ ઘ્વારા એકત્ર કરાતા દૂધના રોજેરોજના સંગ્રહ તેના વેચાણ, દુધની બનાવટોના ઉત્પાદન અને સાચવણી તથા વેચાણ માટે સને.૧૯૪૬ થી માંડી આજ સુધીમાં ૨૩ જેટલા જિલ્લા દૂધ સંઘો અસ્તિત્વમાં આવેલ છે. રાજયમાં હાલ ૨૩ જીલ્લા દૂધ સંઘો સહકારી ધોરણે કાર્યરત છે. સંઘોની પોતાની સંગ્રહ વ્યવસ્થા ઉ૫રાંત દૂધ વાહન દરમ્યાનની જાળવણી માટે ૫૮ જેટલા શીત કેન્દૃો તથા દૂધ ઉત્પાદકોના ૫શુધનને પૌષ્ટિક આહાર સુલભતાથી અને યોગ્ય ભાવે મળી રહે તે માટે ૧૦ જેટલી ૫શુઆહાર ફેકટરીઓ ચલાવવામાં આવે છે.

જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોની કામગીરી સરળ બનાવવા તથા સંઘોના ઉત્પાદનના વેચાણની પ્રવૃતિને એક સાંકળે સાંકળવા તા.૯-૭-૧૯૭૩ થી સમવાયી સંસ્થા તરીકે ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી સહકારી ધોરણે અસ્તિાત્વ માં આવ્યું છે. ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશને સમગ્ર દેશમાં ૪૮ ડેપો ઉ૫રાંત વિદેશોમાં દુબઇમાં એક પ્‍લાન્‍ટ તથા અમેરિકામાં એક પ્‍લાન્‍ટ સ્થાપી ગુજરાતમાં થતી દૂધની પેદાશોના વેચાણની પ્રવૃતિ ઉ૫રાંત વિશ્વમાં અનેક દેશોમાં દૂધ તથા તેની બનાવટો નિકાસની કામગીરી શરૂ કરી અમુલ બ્રાન્ડમ અને સાગર બ્રાન્ડંનું નામ દેશ અને વિદેશમાં ૫ણ ટોચના સ્થારને પ્રસ્થાપિત કરેલ છે.

આમ, સહકારી ક્ષેત્રે ડેરી ઉદ્યોગ ભુમિકા ભજવી રાજયના આર્થિક વિકાસ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ૫શુપાલકોને શોષણમુકત કરી જીવન ધોરણમાં વિકાસ ઉ૫રાંત રાજયના ૫શુધનની ઓલાદ સુધારણા સારવાર ક્ષેત્રે ૫ણ આગવું સ્થાન જાળવેલ છે.

Go to Navigation