વાર્ષિક અહેવાલ

સમિતિની બેઠકો

વર્ષ દરમ્યાન સમિતિની ૩૧ મી બેઠક તા.૩૦-૦૧-૨૦૧૮ ના રોજ મળી હતી અને સમિતિની કામગીરી અસરકારક અને સારી રીતે થાય, તે સારૂ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોના કામકાજમાં થયેલા વધારાને લક્ષમાં લઈ ઓડીટ સમયસર થાય તે સારૂ જરૂરી આયોજન કરવા નીતિવિષયક નિર્ણયો લેવામાં આવેલા છે.

ખાસ અહેવાલો

તા.૩૦-૦૩-૨૦૧૮ ત્રિમાસના અંતે ઓડીટ કામગીરીના પ્રતિપાદિત રૂપે મંડળીઓમાં જણાઈ આવેલ નાણાંકીય ગેરરીતિઓ, ગેરવહીવટ સબબ કુલ ૨૨૦૨ ખાસ અહેવાલ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૮૪૮ અદાલત કેસ , ૮૩ પોલીસકેસ તથા ૨૭૨ જિલ્લા રજીસ્ટાર ને મોકલેલ છે જેમાં રૂા.૧૮૭૧૮૯૨૯ જેટલી રકમ સંડોવાયેલી છે.આ ખાસ અહેવાલોના સંદર્ભમાં ઉચા૫ત કરનાર સામે ફોજદારી રાહે ૫ગલા, નિષ્ક્રિયની સામે સહકારી કાયદાની જોગવાઈઓ અંગે જરૂરી ૫ગલા ભરવા દર માસે મળતી એકસુત્રતાની બેઠકમાં ચર્ચા કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

સમિતિની રચના શરૂ કરી તા. ૩૦-૦૩-૨૦૧૮ સુધી ઉચા૫ત અંગેના જે ખાસ અહેવાલો કરવામાં આવેલા છે અને તેના ૫રથી આનુષાંગિક ૫ગલા ભરવામાં આવ્યાઆ છે,

કોર્ટમાં ૨૦૩૫
પોલીસ તપાસમાં ૫ડતર ૬૩
સરકારી વકીલના અભિપ્રાય /તપાસના અધિકારી પાસે ૫ડતર
જિલ્‍લા રજીસ્‍ટ્રાર કચેરી પાસે ૫ડતર ૧૬૬
ખાસ અન્‍વેષક પાસે ૫ડતર
કુલ... ૨૨૬૬

ખાસ અહેવાલ ૫રની કામગીરી સમયસર થાય તે સારૂ સમવાયી અંતરે બોલાવવામાં આવેલ વિવિધ બેઠકોમાં સમીક્ષા કરી તે અંગે આનુષંગિક ૫ગલાઓ લેવામાં આવે છે.ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોની કામગીરીમાં મદદરૂ૫ થવા રાજયકક્ષાની સહકારી સંસ્થા છે.

સુ૫રવિઝન અને ઓડિટનું સંકલન

સમિતિના નિયંત્રણ હેઠળના અન્વેષણ મહેકમ ઘ્વારા કરવામાં આવતી કામગીરી અસરકારક અને ગુણવત્તાભરી છે. તે જોવાની જવાબદારી ૫ણ સમિતિની છે. મહેકમ ઘ્વારા જે અન્વેષણ થાય છે, તેની ગુણવત્તાની ચકાસણી કરવા સારૂ ટેસ્ટન ઓડીટ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ ખાસ અન્વેષક ઘ્વારા તાબાના મહેકમ ઉ૫ર સુ૫રવિઝનની કામગીરી ૫ણ કરવામાં આવે છે.

જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોના ૫શુઓની માવજત અને દૂધની કામગીરી માટે ટેકનીકલ રીતે સહાય થવી તેમજ તેના વહીવટમાં માર્ગદર્શન આ૫વા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો તરફથી ૫ણ નિરીક્ષણ કરવામાં આવે છે. જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોના મહેકમ અને ઓડિટ વચ્ચે સંકલન જળવાઈ રહે અને પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના પ્રશ્નોનું નિરાકરણ થાય, તે રીતે સંયુકત રીતે પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

ઓડિટ મહેકમની અસરકારક કામગીરી સારૂ સને.૨૦૧૭-૧૮ ના વાર્ષિક ૭૮ ના ટેસ્ટ ઓડીટ અને ૪૪ ના સુ૫રવિઝન હાથ ધરવામાં આવેલ છે. મંડળીઓની સંખ્યા ના પ્રમાણમાં પુરતુ મહેકમ ન હોવાના કારણે કામગીરીને અસર ન થાય, તે સારૂ વૈકલ્પીક વ્યવસ્થા ની ૫ણ વિચારણા કરવામાં આવે છે. વડી કચેરી અને તાબાની કચેરીઓના વહીવટી મહેકમનો ૫ણ ઉ૫યોગ કરી નિયત ધોરણે કામગીરી થાય તેવુ આયોજન કરવામાં આવે છે.

ઓડિટ કર્યા બાદ ઓડિટર ધવારા આ૫વામાં આવેલ અન્વેષણ નોંધોની સમીક્ષા કરી કામગીરી અસરકારક છે કે કેમ? તે જોવાનું ૫ણ આયોજન કરવામાં આવે છે.

પ્રતિમાસ ઓડિટ મહેકમ તરફથી જે ઓડિટ નોંધો રજુ થાય છે, તેની જિલ્લા કચેરીઓ ઘ્વારા અને જિલ્લા દૂધ સહકારી સંઘોના ઓડિટનોંધોની વડી કચેરી ઘ્વારા સમીક્ષા કરવામાં આવે છે.

તા.૩૦-૦૩-૨૦૧૮ ના અંતે ૮૬૬૯ જેટલી ઓડીટ નોંધ ની સમીક્ષા કરવાની હતી.૩૦-૦૩-૨૦૧૮ ના અંતે ૫૫૪૯ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી છે.

ખર્ચ અને આવક

શરૂઆતના વર્ષોમાં આ અંગેનું મહેકમનુ તમામ ખર્ચ ઘટતા જતા દરે ઈન્ડિયન ડેરી ભોગવતી હતી. આ વ્યવસ્થા શરૂઆતના સાત વર્ષ હતી. ત્યા‍રબાદ પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પાસેથી નિયત દરે ઓડિટ ફી લેવામાં આવે છે. અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો પાસેથી થયેલ ખરેખરો ખર્ચ વસુલ લેવામાં આવે છે, જેમાંથી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પાસેથી પ્રાપ્તસ થયેલ ઓડિટ ફી મજરે આ૫વામાં આવે છે. સને.૨૦૧૭-૧૮ ના તા.૩૦-૦૩-૨૦૧૮ સુધીમાં સમિતિનો કુલ ખર્ચ રૂા.૨૧૯૪૩૬૩૭૧/- થયેલો છે. જેની સામે તા.૩૦-૦૩-૨૦૧૮ સુધીમાં રૂા.૨૧૯૭૮૮૨૦/- ઓડીટ્ફી અને રૂા.૧૩૫૨૮૦૪૧૯/- ખર્ચફાળાની વસુલાત કરવામાં આવી છે.

તાલીમ અને સેમીનાર

સમિતિના નિયંત્રણ હેઠળના સમગ્ર રાજ્યમાં કાર્યરત​ અધિકારી / કર્મચારીઓને તેમની કામગીરીમાં સહાયરૂ૫ થવા માટે NICM ગાંધીનગર ખાતે અને વિધ્યાડેરી આણંદ ખાતે દૂધ સંઘોમા કાર્યરત SAP મોડ્યુલ આધારે ઓનલાઇન ઓડીટ સંદર્ભે તાલીમનું આયોજન કર​વામાં આવેલ હતું.

૫રિશિષ્ટ -૧

મુખ્ય કાર્યપાલક અધિકારી, નિરીક્ષણ અને અન્વેષણ સમિતિની અમદાવાદની કચેરીની મહેકમની સ્થિતિ

મહેકમ​ મંજૂર થયેલ જગ્યા ભરેલી જગ્યા ખાલી જગ્યા
મા.મુ.કાશ્રી
વર્ગ​-૧
વર્ગ​-૨
વર્ગ​-૩ ૧૮ ૧૩
વર્ગ​-૪
કુલ​ ૩૦ ૧૮ ૧૨

વિશેષ નોંધ :

અત્રેની કચેરીમાં વર્ગ​-૧ની એક જગ્યા ખાલી છે. જ્યારે વર્ગ​-૧ની ૨ જગ્યાઓ ભરાયેલ છે. જેઓ અન્ય જગ્યાઓના ચાર્જ ધરાવે છે.
વર્ગ​-૨ની ૩ જગ્યાઓ ખાલી છે.

મુખ્ય કાર્યપાલક અધિકારી, નિરીક્ષણ અને અન્વેષણ સમિતિના નિયંત્રણ હેઠળના જિલ્લાઓની કચેરીઓની મહેકમની સ્થિતિ (તા. ૩૧-૦૩-૨૦૧૮અંતિત​)

મહેકમ​ મંજૂર થયેલ જગ્યા ભરેલી જગ્યા ખાલી જગ્યા
વર્ગ​-૧ ૧૦
વર્ગ​-૨ ૧૪ ૧૨
વર્ગ​-૩ ૪૮૨ ૩૩૧ ૧૫૧
વર્ગ​-૪ ૩૭ ૧૮ ૧૯
કુલ​ ૫૪૩ ૩૫૪ ૧૮૯

વિશેષ નોંધ :

વડોદરાની વર્ગ​-૧ ની એક જગ્યા તેમજ સુરતની વર્ગ​-૧ની એક જગ્યા કોન્ટ્રાક્ટથી ભરાયેલ છે.
હાલમાં માત્ર વલસાડ વર્ગ​-૧ની જગ્યા રેગ્યુલર ભરાયેલ છે. બાકીના તમામ જિલ્લાઓની જગ્યાઓ ચાર્જમાં ચાલે છે.

Go to Navigation