સમિતિની કામગીરી

ઓ૫રેશન ફલડ (ર) ના અમલીકરણના ભાગરૂપે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોનું ઓડિટ સતત અને સમવાયી ધોરણે થાય તે જરૂરી છે. રાજયમાં તા.૩૧-૧૨-૨૦૧૬ના અંતે ૧૮૫૩૬ જેટલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને તેજ રીતે, ૨૩ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો કાર્યરત છે. તે દૃષ્ટિ એ આ સંસ્થાઉઓનું ઓડીટ કરવા માટે અન્વે ષણ મહેકમ માટેની પાત્રતાના ધોરણો નિયત કરેલા છે. જે મંડળીઓનું વાર્ષિક દૂધનું પ્રાપ્ત કરવાનુ ધોરણ ઓછુ છે અથવા તો લગભગ સીઝન પુરતુ મર્યાદિત છે. તે મંડળીઓના હિસાબોનું ઓડીટ ત્રિમાસીક, છમાસિક અથવા વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવે છે. અન્યઓ મંડળીઓના ઓડીટ ત્રિમાસીક ધોરણે હાથ ધરવામાં આવે છે. જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો માટેનું અલગ મહેકમ તેનુ સતત અને સમવાયી ધોરણે ઓડીટ કરે છે.

Go to Navigation